Institute Rules & Regulation

J. V. PATEL GIA ITI, KARAMSAD
Gujarat Audyogic Vikash & Vyavsayee Talim Trust, Karamsad

"Formerly known as Gujarat Audyogic Vikas & Vyavsayi Talim Trust"
NEAR GMM PFAUDLER LTD., ANAND-SOJITRA ROAD,
KARAMSAD-388325 ANAND, GUJARAT, INDIA

Page Title

સંસ્થામાં મોબાઈલ/ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ ઉપર સખત પ્રતિબંધ છે. જો આમ કરવામાં કસૂરવાર ઠરશે તો મોબાઈલ/ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ જપ્ત કરી, તેની સામે મેનેજમેન્ટ યોગ્ય પગલાં ભરશે.
સંસ્થામાં પાન-મસાલા, ગુટકા ઉપર પ્રતિબંધ છે. જો આમ કરવામાં કસૂરવાર ઠરશે તો તેની સામે મેનેજમેન્ટ યોગ્ય પગલાં ભરશે.
પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓએ પહોંચ (એડમીશન લેટર) માં દર્શાવેલ તારીખે/ સમયે ફરજીયાત હાજર થવાનું રહેશે. હાજર ન થનાર તાલીમાર્થીનું નામ કોઈ પણ જાતની જાણ કર્યા સિવાય રદ કરવામાં આવશે. 
સંસ્થાના વડાની મંજુરી વિના સતત ૧૦ દિવસ ગેરહાજર રહેનારને ભાગેડુ જાહેર કરી સંસ્થાના રેકોર્ડ ઉપરથી તેનું નામ રદ કરવામાં આવશે.
કોઈ પણ કારણોસર જે તાલીમાર્થીઓની હાજરી ૫૦% કરતા વધુ દિવસ માટે  ગેરહાજર રહેશે તો તેનું નામ કોઈપણ જાતની જાણ કર્યા સિવાય રદ કરવામાં આવશે. 
પરીક્ષા માટે ૮૦% હાજરી ફરજીયાત છે. તેનાથી ઓછી હાજરીવાળા તાલીમાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહી.
તાલીમાર્થીઓએ ડેઈલી ડાયરી નિભાવવાની રહેશે તથા તેમાં વાલીની સહી કરાવવાની રહેશે.
પોતાના ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટરની પરવાનગી વિના વર્ગ/વર્કશોપ છોડવો નહી, તેમજ અન્ય વર્ગ/ વોર્કશોપમાં જવું નહી. 
સ્ટાઈપેન્ડને પાત્ર તાલીમાર્થીઓએ નિયત નમુનામાં અરજી તૈયાર કરી તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવવાની રહેશે. 
આપેલ સમય મર્યાદામાં તમામ તાલીમાર્થીઓએ નિયત ફી જમા કરાવી પહોંચ મેળવી લેવાની રહેશે.
સંસ્થાની સંપત્તિને નુકસાન કરનાર કે ગેરવર્તણૂક કરનાર સામે યોગ્ય પગલાં લેવામાં આવશે તથા સરકારી રાહે દંડ વસૂલાત કરવામાં આવશે.
કોઈ પણ તાલીમાર્થીની કોઈ પણ જાતની અંગત તકરાર અન્ય તાલીમાર્થી સાથે થાય તો તુરંત જે તે ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટરનો સંપર્ક સાધવો. સંસ્થા બહારની અન્ય વ્યક્તિઓ દ્વારા જો કોઈપણ તાલીમાર્થીએ અન્ય તાલીમાર્થીને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરેલ માલુમ પડશે. તો તે તાલીમાર્થીનું નામ સંસ્થામાંથી તાત્કાલિક કમી કરવામાં આવશે.



વાલીગણ માટે અગત્યની સુચના

સંસ્થા તરફથી આયોજીત વાલી મિટિંગમાં અવશ્ય હાજર રહેવું.  
દર અઠવાડિયાના અંતે તાલીમાર્થીની ડેઈલી ડાયરી ચેક કરી સહી કરવી.
દર ત્રણ માસે ઓછામાં ઓછું એક વખત ટ્રેડ ક્રાફટ ઈન્સ્ટ્રક્ટરની મુલાકાત કરવી.